ભિલાડ: માર્ચ વિશ્વ મહિલા દિવસના નિમિત્તે GHCL ફાઉન્ડેશન ટ્રસ્ટ ભિલાડના મેનેજર રાજેશ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ભિલાડમાં મહિલા જાગૃતિ કરવા તેમજ આત્મનિર્ભર તરફ આગળ વધે એવા હેતુથી વિશ્વ મહિલા દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

જેમાં GHCL ટેક્સટાઈલ ડિવીઝનના કમ્પ્લાસ હેડ મનોજ ટંડેલ HR મેનેજર દીનાનાથ મિશ્રા પ્રોડક્શન હેડ વિનીતાબેન બલવાડા PHC સેન્ટરના કાર્યકર અંજલિબેન સરપંચ અને સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો તેમજ રોજગાર તાલીમ કેન્દ્રના તાલીમાર્થીઓએ હાજરી આપી હતી

આ કાર્યક્રમ માં સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોએ પોતાના અનુભવોની ચર્ચા કરી હતી તથા પધારેલા મેહમાનોએ આ દિવસ પ્રસંગે મહિલાઓને આગળ વધવાની પ્રેરણા આપી મોટીવેટ કર્યા હતાવિશ્વ મહિલા દિવસ નિમિત્તે GHCL ફાઉન્ડેશન તરફથી શાકભાજી વેચાતી ૨૦ આદિવાસી મહિલાઓને કાર્યક્રમમાં આમંત્રિત તેમણે સ્ટોલ છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત તમામ મહિલાઓને હેલ્થ અને હાઈજીન પ્રોગ્રામ અંતર્ગત સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.