વાંસદા: વર્તમાન સમયમાં લગ્નની જોરશોરની સિઝન ચાલી રહી છે ત્યારે સ્થાનિક સ્તરે લગ્નમાં અવનવી ઘટના બનતી હોય છે આવી જ એક ઘટના વાંસદા તાલુકામાં કણધા ગામના વડપાડા ફળિયામાં લગ્નમાં રાતે ફટાકડા ફોડવાના કારણે આગ લાગી હતી

મળતી માહિતી પ્રમાણે વાંસદા તાલુકાના કણધા ગામના વડપાડા ફળિયામાં ભાયલુંભાઈના ઘરે લગ્ન હતું જેમાં નાચગાન દરમિયાન સ્થાનિક યુવાનો દ્વારા ફટાકડા ફોડવાના કારણે મંડપની બાજુમાં મુકેલા ભાતના પુળેટીયામાં આગ લાગી ગઈ હતી જેના કારણે લગ્નમાં આવેલા લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો આ ઘટનામાં ગામના સરપંચ દ્વારા મળેલી માહિતી અનુસાર કોઈ જાનહાની થઇ ન હતી.

આગની ઘટના સ્થળ પર ઘણા લોકોની ભીડ એકઠી થઇ ગઈ હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો લગભગ કલાકની મહા મેહનતે આગને ઠારવવામાં આવી હતી. લગ્નના ઉત્સાહમાં ક્યાંક જાનહાની કે મોટું નુકશાન ન થઇ જાય એ ધ્યાનમાં લોકોએ લેવું જોઈએ.