દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની કેટલીક સરકારી શાળાઓની હાલત જર્જરિત છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક પ્રગટ થયેલા અહેવાલ મુજબ રાજ્યમાં કંપાઉન્ડ દિવાલ વગરની પ્રાથમિક ખાનગી શાળાઓમાં વલસાડ જિલ્લો પ્રથમક્રમે આવ્યો છે.
હાલમાં જ વિધાનસભામાં રજુ થયેલા પ્રશ્નના જવાબમાં સરકારે રજુ કરેલા આંકડમાં વલસાડ જિલ્લાની 109 પ્રાથમિક ખાનગી શાળાઓમાં કંપાઉન્ડ દિવાલ ન હોવાની માહિતી રજુ કરાઇ છે. જેથી આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા હતા. જિલ્લામાં જિલ્લા પંચાયત સંચાલિત 900થી વધુ સરકારી પ્રા. શાળાઓ કાર્યરત છે. આ સાથે ખાનગી શાળાઓનો પણ દિવસે દિવસે વધ્યે જ જાય છે. કપરાડા અને ધરમપુરની કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડાની હાલત અત્યંત ગંભીર છે તેમજ જિલ્લાની ખાનગી શાળાઓમાં પણ ન હોવાનો રીપોર્ટ મળ્યા છે.
મળતી વિગતો પ્રમાણે કોંગ્રેસ ધારાસભ્યોએ કંપાઉન્ડ દિવાલ વગરની શાળાની માહિતી જિલ્લાવાર માગી હતી. જેના જવાબમાં વિધાનસભામાં સરકારે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં 109 ખાનગી શાળાઓમાં કંપાઉન્ડ દિવાલ નથી. આટલી બધી શાળાઓમાં કંપાઉન્ડ દિવાલ ન હોય તો શાળામાં જતાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ચિંતાનો પ્રશ્ન સામે આવ્યો છે. આ બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગે આ માટે ખાનગી શાળાઓ સામે અત્યાર સુધી કાર્યવાહક પગલાં કેમ નથી ભર્યા એ પ્રશ્ન છે વધુમાં જોઈએ તો કેટલીક મોટી ખાનગી શાળાઓમાં તો ફી પણ વધારે લેવામાં આવે છે.
એક આજે પણ વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ 735 ઓરડાની ઓછા છે. વર્ષ 2019-20માં 43 ઓરડા બનાવામાં આવ્યાં હતાં. ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ભારે તકલીફ વેઠી રહ્યા છે. વાપી, કપરાડા અને ધરમપુર તાલુકામાં સૌથી વધારે પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઓછા હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં કુલ 968 સરકારી પ્રાથમિક શાળાઓ છે. જયારે 10 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. 261 ખાનગી શાળાઓ કાર્યરત છે. બે વર્ષમાં સરકારે એક પણ સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને મંજુરી ન આપી અને 7 ખાનગી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં વાત કરવામાં આવે તો 109 ખાનગી શાળાઓ તથા 129 સરકારી પ્રાથમિક શાળાઓમાં કંપાઉન્ડ વોલ ન હોવાની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે. આ આંકડાની વાસ્તવિકતા અંગે શિક્ષણ વિભાગના ડીપીઇ ચંદુભાઇએ જણાવ્યુ હતું કે આ માહિતી સાચી છે. બીજી બાજુ જિલ્લામાં સૌથી વધારે ખાનગી શાળાઓ વાપી તાલુકામાં છે. એપાર્ટમેન્ટોમાં પણ સ્કુલો કાર્યરત બની છે. પ્રાથમિક સુવિધા અંગે શિક્ષણ વિભાગની અનેક નોટિસો છતાં સ્થિતિમાં બદલાવ આવ્યો નથી. આ બાબતે પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડ B.D બારિયા સાહેબનું કહેવું છે કે કઇ કઇ ખાનગી શાળાઓમાં કંપાઉન્ડ દિવાલ નથી તેને તાત્કાલિક ધોરણે તાકીદ કરવામાં આવશે અને સરકારી શાળાઓ માટે સરકાર બજેટ ફાળવી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.