નવી દિલ્હી: બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવતી(Mithun Chakrborty)એ ભાજપ (BJP)માં જોડાયા બાદ કું કે તેઓ ગરીબો માટે લડાઇ લડવા માંગે છે. તેમણે કહ્યું કે હું રાજનીતિ નહીં મનુય નીતિ કરું છું.એક ખાનગી યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું 18 વર્ષનો હતો ત્યારથી મેં સપનું જોયું હતું કે હું ગરીબો માટે લડીશ, ગરીબોને સન્માન અપાવીશ કારણ કે દુનિયાની તમામ મુશ્કેલીઓ મેં વેઠી છે.
મિથુન દા એ ભાજપમાં જોડાવાનું કારણ જણાવતા કહ્યું કે જ્યાં સુધી ભાજપની વાત છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના લીધે આવ્યો. તમે તેમના સામાજિક કાર્યને નજરઅંદાજ કરી શકતા નથીને? તેમણે મમતા બેનર્જી(Mamata Banerjee) પર પિરવારવાદી હોવાનો પણ આરોપ મૂકયો.
મિથુન દાની કેટલીક અજાણી વાતો:
મિથન ચક્રવર્તી (Mithun Chakraborty) નું અસલ નામ ગૌરાંગ ચક્રવર્તી છે. 19 જૂન 1950ના રોજ તેમનો જન્મ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ કોલકાતાના ઓરિએન્ટલ સમિનરી સ્કૂલમાં થયું. ત્યારબાદ તેમણે કોલકાતાના જ સ્કોટિશ ચર્ચ કોલેજથી રસાયણ શાસ્ત્રમાં બીએસસીની ડિગ્રી મેળવી. ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે પૂણે સ્થિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધુ અને અહીંથી ફિલ્મી કરિયર શરૂ થઈ.
ફિલ્મો તરફ વળ્યા તે પહેલા મિથુન ચક્રવર્તીની શાખ નક્સલી તરીકેની હતી. તેમના એકમાત્ર ભાઈનો કરન્ટ લાગવાથી મોત થયું હતું. આ દુખદ ઘટનાના કારણે તેમણે તે રસ્તો છોડીને પરિવાર પાસે પાછું ફરવું પડ્યું. નક્સલીઓનો સાથ છોડીને તેમણે પોતાનો જીવ પણ જોખમમાં નાખ્યો હતો. જ્યારે મિથુન દા નક્સલીઓ સાથે હતા ત્યારે તે સમયના લોકપ્રિય નક્સલી નેતા રવિ રાજનના મિત્ર બની ગયા હતા જેમને તેમના મિત્રો ‘ભા’ કહીને બોલાવતા હતા. જેનો અર્થ થાય છે સૌથી મોટો રક્ષક.
ઘર વાપસી બાદ તેમણે ફિલ્મો તરફ ડગ માંડ્યા. 1976માં તેમને બોલીવુડ ડેબ્યુની તક જાણીતા બંગાળી દિગ્દર્શક મૃણાલ સેને ફિલ્મ મૃગ્યાથી આપી. આ ફિલ્મમાં મિથુન દાના ખુબ વખાણ થયા અને તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. ત્યારબાદ તેઓ અમિતાભ બચ્ચન અને રેખાની વર્ષ 1976માં આવેલી ફિલ્મ દો અન્જાનેમાં સ્પેશિયલ અપેરન્સમાં જોવા મળ્યા.
લીડ એક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ મુક્તિ હતી. ત્યારબાદ અનેક ફિલ્મો કરી અને બહુ જલદી તેમણે હિન્દી ફિલ્મ જગતમાં એક મુકામ હાસલ કર્યો. વર્ષ 1982માં આવેલી ફિલ્મ ડિસ્કો ડાન્સરે તેમને દેશના દરેક ઘરમાં પહોંચાડી દેવાનું કામ કર્યું.
બોલીવુડના જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ રવિવારે ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને રાજકીય ગરમાવો વધારી દીધો છે. મિથુન ચક્રવર્તી માટે આ કઈ પહેલીવાર નથી કે તેઓ રાજકીય પક્ષ સાથે જોડાયા છે. 70 વર્ષના મિથુન ચક્રવર્તી પોતાના વિદ્યાર્થી જીવનમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સિસ્ટ-લેનિસ્ટ)ના સભ્ય રહ્યા હતા.
વર્ષ 2014માં તેઓ વર્તમાનમાં રાજ્યની સત્તા પર બિરાજેલા મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં પણ જોડાયા હતા. ટીએમસી (TMC) એ તેમને રાજ્યસભા સદસ્ય તરીકે સંસદમાં મોકલ્યા હતા. જ્યાં તેઓ એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી સભ્ય રહ્યા. પરંતુ ત્યારબાદ તેમણે પાર્ટી અને રાજ્યસભા સાંસદના પદેથી રાજીનામું આપી દીધુ હતું.