અમદાવાદ: અમદાવાદના નરેન્દ્રમ મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાયેલ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 25 રનથી હરાવી 4 ટેસ્ટ મેચોની સિરીઝ પર કબ્જો કરી લીધો છે. ભારતે આ સિરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે. જ્યાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે.

  • અક્ષર પટેલ સતત પાંચ ઇનિંગ્સમાં ચાર કે તેથી વધુ વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યોઈંંગ્લેન્ડ પ્રથમ
  • ઈનિંગમાં 205 રનમાં ઓલ આઉટ, બીજી ઈનિંગ-135માં ઓલ આઉટ.
  • ભારતે પ્રથમ ઈનિંગમાં 365 રન બનાવ્યા, 160 રનની લીડ મેળવી હતી

અશ્વિને લોરેંસની ગિલ્લિઓ વેરવિખેર કરીને અમદાવાદમાં રમાયેલી સિરીઝની છેલ્લી ટેસ્ટમાં ભારતની જીતની પુષ્ટિ કરી છે. ભારતે આ મેચ ઇનિંગ અને 25 રને જીતી. આ જીતની સાથે જ ટીમ ઈન્ડિયાએ 4 ટેસ્ટની સિરીઝ 3-1ને કબજે કરી હતી. તે જ સમયે ટીમ ઈન્ડિયાને WTC ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરવા માટેનું લાઇસન્સ પણ મળી ગયું.

https://twitter.com/ICC/status/1368145335751761920?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1368145335751761920%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Fsports%2Fcricket-news%2Findia-vs-england-4th-test-day-3-live-score-ind-vs-eng-cricket-live-streaming-from-narendra-modi-motera-cricket-stadium-ahmedabad-in-gujarati-247884.html

ભારતીય સ્પિનરોનો દબદબો
ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં પણ સ્પિનરોનો સામનો કરવામાં ફેલ રહી. અક્ષર પટેલે દમદાર પ્રદર્શન કરતા કરિયરમાં ચોથી વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. ભારત તરફથી અક્ષરે 24 ઓવરમાં 47 રન આપી 5 વિકેટ ઝડપી હતી. તો અશ્વિને 47 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

ભારતીય સ્પિનરો સામે ઈંગ્લેન્ડ ફેલ
ઈંગ્લેન્ડની આ સિરીઝમાં સૌથી મોટી સમસ્યા સ્પિન બોલિંગનો સામનો કરવાની રહી છે. ચોથી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં પણ ભારતીય સ્પિનર અક્ષર પટેલ અને અશ્વિન સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો નબળા સાબિત થયા હતા. 160 રનના દેવા સાથે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને 10 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. સિબલી (3)ને અશ્વિને આઉટ કર્યો હતો. ત્યારબાદ જોની બેયરસ્ટો (0)ને અશ્વિને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી.

  • BCCIએ ગાવસ્કરને કર્યા સમ્માનિત

    સુનીલ ગાવસ્કરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યાને આજે 50 વર્ષ પૂરા થયા છે. આ ખાસ પ્રસંગે બીસીસીઆઈએ ગાવસ્કરનું સન્માન કર્યું છે. સેક્રેટરી જય શાહે આ માટે ગાવસ્કરને વિશેષ મોમેન્ટો આપ્યું હતું.

    https://twitter.com/BCCI/status/1368104920470065152?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1368104920470065152%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Fsports%2Fcricket-news%2Findia-vs-england-4th-test-day-3-live-score-ind-vs-eng-cricket-live-streaming-from-narendra-modi-motera-cricket-stadium-ahmedabad-in-gujarati-247884.html