પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વર્તમાન સમયમાં મીડિયામાં આયેશાનો આપઘાતનો વીડિયો શૂટ કરીને સાબરમતી નદીમાં ઝંપલાવ્યાનું ફૂટેજ ચર્ચાના ચકડોળે ચડ્યું છે ત્યાં  આવી જ એક ઘટનામાં ગુરુવારે સેલવાસ પેરામેડિકલ કોલેજમાં નર્સનો અભ્યાસ કરતી યુવતીએ પિતાને કોલ કર્યો હતો. જોકે, પિતાએ કારણ પૂછતાં બસ આમ જ કહીને ફોન કટ કરીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યાનો કિસ્સો સામે આવ્યું છે.

સેલવાસ પ્રભાત સ્કૂલની બાજુમાં આવેલ વાજીરભાઈની ચાલમાં રહેતી 19 વર્ષની કવિતા રમેશભાઇ યાદવે બુધવારે લગભગ ૪:૩૦ વાગ્યા પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવી લીધો હતા. મળેલી વિગતો અનુસાર કવિતાના પિતા અને કાકા નોકરીએ જ્યારે તેમની માતા વતન ઉત્તરપ્રદેશમાં કેટલાક દિવસથી ગઇ હતી. કવિતા પોતાના ઘરમાં એકલી જ હતી. પડોશમાં રહેતી 7 વર્ષની બાળકીએ જ્યારે ઘરનો દરવાજો ખોલી જોયું ત્યારે કવિતા નાયલોન દુપટ્ટા વડે પંખા પર ગળે ફાંસો ખાધેલી લટકેલી હાલતમાં બાળકી મમ્મીને જોય હતી.

આ બનાવ અંગે સેલવાસ પોલીસને જાણ કરાતા આકસ્મિક મોતની ફરિયાદ લઇ વધુ તપાસ પીપરીયા ચોકીના પીએસઆઇ શશી સીંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તે પેરામૅડિકલની સ્ટુડન્ટ હતી. બે દિવસ પહેલા યુવતીને પેટમાં ભારે દુખાવાના કારણે સેલવાસ સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. કવિતાએ આપઘાત પૂર્વૈ પિતાને સંબોધીને સોરી કહ્યું એ ક્યા કારણોસર હતું. કવિતાની રૂમનો દરવાજો ખુલ્લી હાલતમાં હતા.કવિતાના મૃતદેહને હાલમાં પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. શુક્રવારે પેનલ ડોકટરોની ટીમ દ્વારા પીએમ કરાવ્યા બાદ હજુ વધુ તથ્યો બહાર આવશે.