છોટાઉદેપુર: બોડેલી તાલુકાના 14 ગામના લોકો 20 વર્ષથી તેમની માંગ માત્ર પાણી છે. પરંતુ પોતાની સમસ્યા નિવારવા અને સિંચાઈનું પાણી ન મળતા તમામ ગામોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી નક્કી કર્યું છે.
છોટાઉદેપુરના બૉડેલી તાલુકાના સાલપુરા, કડીલા, ચારોલા,બામરોલી, પોપડીયા, સમધિ, પાટણા, પીઠા, ગરોલ, નવાપુરા, કઠમાંડવા ઉંચેટ, સહિત 14 ગામના ખેડૂતો નર્મદાની કેનાલનું પાણી આપવા માટે વર્ષોથી માંગ કરતા આવ્યા છે. પરંતુ હજુ કોઈ ઉકેલ મળ્યો નથી. આ વિસ્તારના ખેડૂતો ફક્ત ચોમાસા ખેતી ઉપર જ નિર્ભર છે. જો કોઈ ખેડૂત બકનળી નાંખી કેનાલમાંથી પાણી લે તો તેના સામે આકરી કાર્યવાહી થાય છે.
આ બધાજ ગામના ખેડૂતોએ અવારનવાર નેતાઓને તેમજ અધિકારીઓને રજૂઆત કરી છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ચૂંટણી આવે એટલે નેતાઓ મત માંગવા આવી જાય અને પાણી આપવાનું વાયદાઓ પણ કરે છે પણ પછી પરંતુ દેખાતા જ નથી. જેના કારણે આ 14 ગામના ખેડૂતો એકઠા થઈ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.