વલસાડ: ધરમપુર તાલુકા પંચાયતની 24 બેઠકોના ભરાયેલા કુલ માન્ય 59 ફોર્મ પૈકી બે બેઠકો પરથી અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા હવેથી 57 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જ્યારે ધરમપુરની વલસાડ જિલ્લા પંચાયતની 05 બેઠકોના કુલ માન્ય 12 પૈકી એક પણ ફોર્મ ખેચવામાં આવ્યું ન હતું.
ધરમપુર તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી બામટી, ખાંડા, ઉકતા, પિંડવળ અને ધામણી, ભાનવળ બેઠકો પર અપક્ષ, BTP, આપની ઉમેદવારીને લઇ ત્રિપાંખીય જંગ થશે. નાની ઢોડુંગરી બેઠક પર કોંગ્રેસ, ભાજપ, આપ, BSP અને યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કલ્પેશ પટેલની અપક્ષ મળી આ પાંચ બેઠકો પર સૌની નજર રહશે.
છેલ્લા ઘણા વર્ષોથી ધરમપુર તાલુકા પંચાયત પર કોંગ્રેસની સત્તા હોવાથી આ વખતે કોણ મેદાન મારશે તે જોવું રસપ્રદ બનશે ના અનુમાન લોકો લગાવી રહ્યા છે હવે આવનારો સમય અને લોકનિર્ણયો જ નક્કી કરશે કે કોની સત્તા રહશે અને કોની જશે !