તાપી: ભ્રષ્ટાચારનું દુષણ આજે ગુજરાતમાં શિક્ષણ જેવા સમાજના ઉત્થાન કરતા ક્ષેત્રમાં પણ હવે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.આ જ એક બનાવ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા બોરકુવા ગામમાં આદર્શ આશ્રમ શાળાના આચાર્ય અન્ય એક કર્મચારી પાસેથી વિવિધ કામો કરાવવા બદલ 20 હજારની લાંચ લેતાં ACBના હાથે રંગેહાથ ઝડપાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આદર્શ આશ્રમ શાળા બોરકુવામાં દમયંતીબેન માનજીભાઈ ચૌહાણ આચાર્યા તરીકે કાર્ય કરી રહ્યા છે તેઓએ શાળાના અન્ય એક કર્મચારીને આચાર્યા હસ્તકનો એક કામ પડયું હતું, જેને લઇને આચાર્યા દમયંતીબેનએ લાંચની માંગણી કરી હતી.

આશ્રમશાળાના કર્મચારી પાસે સાતમા અને પાંચમા પગારપંચના ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલ તૈયાર કરાવવા અને સર્વિસબુક સ્કેન કરવા માટે 20,000 રૂપિયાની લાંચની માંગણી કરી, કર્મચારીએ લાંચ ન આપતા તાપી જિલ્લા ACB અધિકારી એસ. એસ. ચૌધરીને જાણ કરી અને લાંચિયા આચાર્યને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. અને આયોજન મુજબ બુધવારના બપોરે વ્યારા ઉનાઇ રોડ પર પાણીની ટાંકી પાસે આચાર્ય દમયંતીબેન 20,000 રૂપિયા સ્વીકારતા ઝડપાયા.

દમયંતીબેન માનજીભાઈ ચૌહાણ બોરકુવા આશ્રમશાળામાં આચાર્ય તરીકે ચૌહાણ અંદાજિત 33 વર્ષથી શાળામાં કાર્યરત છે હાલમાં તેમના નોકરીના અંદાજે 13 વર્ષ બાકી રહ્યા છે અને તેમનો માસિક પગાર 42 હજાર સુધી હોવા છતાં 20 હજારની લાંચ લઇ શૈક્ષણિક સમાજ માટે લાંછન પોતાના પર વહોર્યું હતું.

ગુજરાતમાં વધતા શૈક્ષણિક સમાજ માટે લાંછનરૂપ કિસ્સોઓ અટકાવવા હવે સરકારે સને સમાજના લોકોએ મક્કમ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.