ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષપલટાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સુબિરના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો અને તેમના સમર્થકો સહિત કોંગ્રેસના 100થી વધુ સક્રિય કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગમાં અગાઉ વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસના પીઢ નેતા ધારાસભ્ય મંગળ ગાવીત, ત્યારબાદ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પ્રમુખ ચંદર ગાવીત અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા. ડાંગના મોટા ભાગના સરપંચો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ દાવો કર્યો છે કે આગમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગમાં કોગ્રેસના સૂપડા સાફ થઈ જશે.