દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરીઓ માંની એક વડોદરાની ‘મુક્તિ કમલ મોહન જૈન જ્ઞાનભંડાર હવેથી સપ્તાહમાં એક વાર બધા જ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. રવિવારે ખુલ્લી મૂકતી આ પુસ્તકાલયમાં સૌ કોઈ વાંચન પ્રેમી આ દુર્લભ પુસ્તકોનો અભ્યાસ કરી શકશે.

મળતી માહિતી અનુસાર લાઇબ્રેરીમાં માત્ર તેના સભ્યો જ પ્રવેશ મેળવી શકતા હતા પરંતુ દર રવિવારે કોઈ પણ વાચક આ લાઇબ્રેરીનો લાભ  મેળવશે. હાલમાં લાઇબ્રેરીમાં 140000 થી પણ વધારે જૂના પુસ્તકોનો સચવાયેલા છે આ પુસ્તકાલય રોપૂરામાં આવેલા કોઠીપોલ જૈન મંદિર પાસે આવેલું છે.

પુસ્તકાલયના ટ્રસ્ટી પ્રકાશ શેઠ જણાવે છે કે રવિવારે બધા માટે લાઇબ્રેરી ખોલવાનો એક માત્ર ઉદ્દેશ્ય છે કે બને તેટલા વધુ લોકો સુધી જ્ઞાન પહોંચે. રવિવારએ નવરાશની પળોમાં વધુને વધુ લોકો આનો લાભ મેળવશે.

લાઇબ્રેરીમાં હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, જેવી ભાષામાં તથા પ્રાકૃત ભાષામાંના પુસ્તકો સચવાયા છે. ધર્મ, ઇતિહાસ, દર્શન, પશુ વિજ્ઞાન, જેવા પુસ્તકો પણ અહી જોવા મળે છે. વર્ષો જૂના દુર્લભ હસ્તલિખિત પાંડુલિપિના પુસ્તકો સચવાયેલા છે. લાઇબ્રેરીમાં જુનવાણીના ફર્નિચર પણ  જોવા મળે છે. આ ઉપરાંત સુંદર નકશી કામ કરેલા લાકડાના કબાટમાં સાચવેલ પુસ્તકો છે.