દિલ્હીની બોર્ડર પર કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત આંદોલન પર બેઠા છે. શનિવારે દિલ્હી પોલીસે ખેડૂત આંદોલનનું રીપોર્ટીંગ કરતા એક સ્વતંત્ર પત્રકાર મનદીપ પુનિયાની ધરપકડ કરી છે. પોલીસે તેના પર સિંઘુ બોર્ડર પર દિલ્હી પોલીસના એસએચઓ સાથે અભદ્ર વર્તનનો આરોપ લગાવ્યો છે. મનદીપ પૂનિયા બે મીડિયા સંસ્થાઓ માટે ફ્રીલાન્સ કામ કરે છે. પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે મનદીપ પૂનીયા બંધ રસ્તો અને બેરીકેડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
આ ઘટનાનો એક વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ બળજબરીથી લાકડીઓના જોરે મદિપ પૂનિયાને લઈ રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ધર્મેન્દ્ર સિંહ નામનો અન્ય પત્રકાર પણ થોડા સમય માટે પકડયો હતો, પરંતુ જ્યારે તેણે પોતાનું પ્રેસ આઈડીકાર્ડ બતાવ્યું ત્યારે તેને જવા દેવાયો હતો.
આપને જણાવી દઈએ કે, ધરપકડ કર્યાના કલાકો પૂર્વે પત્રકાર પૂનિયાએ શુક્રવારે સિંઘુ બોર્ડર પર હિંસા મામલે ફેસબુક પર એક લાઇવ વીડિયો શેર કર્યો હતો. આમાં તેમણે સ્થાનિક લોકો હોવાનો દાવો કરતા ટોળાએ કેવી રીતે આંદોલન સમયે પોલીસની હાજરીમાં પથ્થરમારો કર્યો તેની માહિતી આપી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે, પૂનિયા આંદોલનકારીઓ સાથે ઉભા હતા. તેની પાસે પ્રેસ આઈડી કાર્ડ ન હતું. તે બેરીકેડની બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ અવરોધ વિસ્તારની સુરક્ષા માટે લગાવવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસકર્મીઓ અને તેમની વચ્ચે ઉગ્રબોલાચાલી થઇ હતી. આ દરમિયાન તેણે અભદ્ર વર્તન કર્યું હતું. ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી હતી.
મનદીપ પુનિયાની અટકાયત કરવામાં આવ્યા બાદ, ઘણા ખેડૂત નેતાઓએ પણ તેમને તાત્કાલિક રિહા કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો. સ્વરાજ ભારતના નેતા યોગેન્દ્ર યાદવે પણ તેમની અટકાયતને લઈને ટ્વીટ કર્યું છે. જયારે પત્રકારોએ પણ મનદીપ પુનિયાની પોલીસ હિરાસત માંથી મુક્ત કરવાની માંગ ટ્વીટ પર ઉઠાવી રહ્યા છે.
source: news18 hindi