સિગ્નલ એપની હરીફાઈ વચ્ચે ગ્રુપ સુવિધા માટે નવું ફીચર બહાર પાડ્યુ છે. કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે તેના યુઝર્સને પહેલા કરતા વધારે સુવિધા આપવામાં આવશે. આ નવા અપડેટ થયેલા અવતારમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન, નવા કંટ્રોલ્સ અને વોટ્સએપ એડમિનના વધુ અધિકારો જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
વોટ્સએપની નવી સુવિધામાં ગ્રુપ બનાવતા ડિસ્ક્રિપ્શન શામેલ થઈ શકે છે. ઉપરાંત, અન્ય સભ્યો પણ તેની મંજૂરી આપી શકાય છે. આ સિવાય કેટલાક સભ્યો અથવા બધા સભ્યોને પણ ડિસ્ક્રિપ્શન આપતા રોકી પણ શકાય છે. હવે ગ્રુપ સંચાલકને ગ્રુપનો વિષય અને આઈકન કોણ બદલી શકે અને કોણ નહી એ પણ અધિકાર મળશે. નવી સિસ્ટમ હેઠળ હવે ગ્રુપ સંચાલકને અન્ય લોકોને આપેલી એડમિન પરમિશનમાંથી પણ દૂર કરી શકાય છે.
વોટ્સએપ યુઝર્સને હવે મેન્શન ફિચર મળશે, જેને ગ્રુપ કેપ અપનું નામ આપવામાં આવ્યું છે. આનો ફાયદો એ છે કે આમાં, યુઝર તે બધા મેસેજ જોઈ શકે છે જેમાં તેમને મેંશન કરવામાં આવ્યા છે. આ માટે, યુઝર્સએ ફક્ત @ બટનને ટેપ કરવાની જરૂર છે જે ચેટ બોક્સની નીચે જમણી બાજુ પર મળશે.