ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની SOPનો સ્કૂલોએ સંપૂર્ણ પણે પાલન કરવાનું રહેશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગોનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. તારીખ 8મીએ શિક્ષણ વિભાગ દ્વારા જે ઠરાવ થયો, જે સૂચનો કરવામાં આવ્યા, જે SOP જાહેર કરવામાં આવી એ જ સુચનો એ જ SOPનું ચુસ્ત પણે પાલન 1 તારીખથી શરૂ થતી ધોરણ 9 અને 11ના શિક્ષણ કાર્યમાં પણ એ જ લાગુ કરવામાં આવશે. ટ્યુશન ક્લાસ પણ 1 તારીખથી ચાલુ કરી શકાશે. એને પણ રાજ્ય સરકારની SOP સંપૂર્ણ પણે પાળવાની રહેશે.