વલસાડ: ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે તા 25 મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગ રૂપે નાનાપોંઢાં પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા પ્રતિજ્ઞા લીધી. અને સમાજમાં મત વિષે જાગૃતિ આપતો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આજના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સાથે મતદારોને માહિતગાર કરવા ડિજિટલ માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે જેથી લોકોનો સુધી સંદેશને ઝડપી અને સરળતાથી પોહચાડી શકાય આ પ્રસંગે પોલીસના જવાનો અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જુઓ આ વિડીયોમાં…
વર્તમાન સમયમાં વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતદાર વિસ્તારની વાત કરવામાં આવે તો અહી 6,49,967 પુરુષ અને 6,10,241 સ્ત્રી અને અન્ય 16 મળી કુલ 12,60,224 મતદારો નોંધાયેલા છે આ ઉપરાંત નવા મતદારો માં 14,655 પુરુષ,13391 સ્ત્રી અને અન્ય 15 મળી કુલ 28,021 મતદારોનો સમાવેશ થાય છે