કોરોના વાયરસના કારણે લોકડાઉન આપ્યા બાદ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં ફરી સતત વધારો જોવા મળી રહ્યો છે. એક નજીવી બેદરકારીના પગલે કોઈને કોઈ રોજ અકસ્માતમાં કમોતે મોતને ભેટી રહ્યા છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે નવસારી જિલ્લાના તુરીયા સર્કલ પાસે આઇસર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
નવસારી જિલ્લાના તુરીયા સર્કલ પાસે આઇસર ટેમ્પો અને સ્વીફ્ટ કાર વચ્ચે ટક્કર થઈ છે, આઇસર ટેમ્પો નંબર GJ 15 UU 6090 અને સ્વીફ્ટ કાર GJ 21 BC 7856 વચ્ચે અકસ્માત થયો હતો જેમ આઇસર ટેમ્પા નાં ચાલાક વાહન છોડીને ભાગી ગયો હતો. જયારે ઈજાગ્રસ્તોને તત્કાલીત હોસ્પિટલએ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.