ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શિખર ધવન બે દિવસ પહેલા વારાણસીના કાશીમાં હોડીની સવારી દરમિયાન ધવને પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા. તેના કારણે તેઓ વિવાદમાં ફસાતો નજર આવી રહ્યો છે. જેને લઈને વારાણસી જિલ્લા પ્રશાસન કાર્યવાહી કરી શકે છે.

શનિવારે શિખર ધવને સોશિયલ મીડિયા પર પક્ષીઓને દાણા ખવડાવતો હોય તેવા ફોટોગ્રાફ્સ ઉપલોડ કરી હતી. આ ફોટોગ્રાફ્સ વાયરલ થતા વારાણસી જિલ્લાએ આ મામલે નોંધ લીધી છે અને વારાણસીના ડીએમ કૌશલરાજ શર્મા હોડીના સંચાલક પર કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

 કૌશલરાજ શર્માએ જણાવ્યું કે, જે હોડીમાં શિખર ધવન સવારી રહ્યો હતો તે નાવિક પર પણ કાર્યવાહી શરુ કરવામાં આવી રહી છે. ધવનને નિયમોની જાણકારી નહીં હશે પરંતુ નાવિકને હતી. તેણે જણાવવું જોઈતું હતું. ડીએમ એ વધુમાં જણાવ્યું કે બર્ડ ફ્લૂ દરમિયાન વિદેશી પક્ષીઓને દાણા ખવડાવવા પર પ્રતિબંધ છે. પરંતુ ધવને પોતાના ઓફિસિયલ ટ્વિટર પર તસવીરો શેર કરી છે જેમાં તે દાણા ખવડાવતો નજર આવી રહ્યો છે. એવામાં તસવીરની તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, બર્ડ ફ્લૂના કારણે ડીએમ કૌશલરાજ શર્માએ ગત 11 જાન્યુઆરીએ ગંગા નદીમાં પ્રવાસી પક્ષીઓને દાણા ખવડાવવા પર પ્રતિબંધ લગાવતા નગર નિગમ અને જળ પોલીસને તેના પર દેખરેખ રાખવાના નિર્દેશ આપ્યા હતા.