ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 471 કેસ નોંધાયા છે. જેની સામે 727 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસને કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4372 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.17 ટકા છે. રાજયમાં આજે 12,487 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 35,851 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 95, સુરતમાં 91, વડોદરામાં 96, રાજકોટમાં 59, ગાંધીનગરમાં 14, જૂનાગઢ, કચ્છમાં 10, આણંદ, મોરબીમાં 8-8, જામનગરમાં 7, અમરેલી, દાહોદ, ગીર સોમનાથ, ખેડામાં 6-6 સહિત કુલ 471 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 1 દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 183, સુરતમાં 107, વડોદરામાં 183, રાજકોટમાં 65, કચ્છમાં 12, અરવલ્લીમાં 14, મહેસાણામાં 19, જામનગરમાં 17 સહિત 727 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 5491 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 52 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 5439 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,47,950 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.