સુપરસ્ટાર સોનુ સૂદને મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ ગેરકાયદે નિર્માણ મામલે નોટિસ જાહેર કરી હતી. 13 જાન્યુઆરીનાં થયેલી સુનાવણી દરમિયાન BMCએ સોનૂ સૂદને આદતન અપરાધી જણાવ્યો હતો. નગરપાલિકાએ કોર્ટમાં કહ્યું હતું કે, સોનુ સૂદ ગેરકાયદે નિર્માણ મામલે સતત નિયમ તોડતો રહે છે.
લોકડાઉન દરમિયાન સોનૂ સૂદે ઉપનગર જુહૂ સ્થિત રહેણાક બિલ્ડિંગને કથિત રીતે વગર પરવાનગીએ ઢાંચાગત બદલાવ કર્યો છે. આ બાદ BMCએ તેને નોટિસ ફટકારી છે. BMCની નોટિસ વિરુદ્ધ સોનૂ સૂદે બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સોનુ સૂદનાં વકીલ ડીપી સિંહ દ્વારા ગત અઠવાડિયે દાખલ તેની અરજીમાં કહ્યું હતું કે, તેણે છ માળ શક્તિ સાગર બિલ્ડિંગમાં કોઇ ગેરકાયદે નિર્માણ નથી કર્યું.
સોનુ સૂદે BMCની નોટિસ પર કહ્યું હતું કે, હું BMCનો સંપૂર્ણ આદર કરુ છું. જેણે આપણી મુંબઇને આટલી કમાલની બનાવી છે. પોતાનાં તરફથી હું તમામ નિયમોનું પાલન કરીશ. અને જો કોઇ સુધારની ગુંજાઇશ હશે તો હું તેને જરૂર સુધારવાનો પ્રયાસ કરીશ. વધુમાં સોનુ સૂદે કહ્યું હતું કે, કોર્ટમાં અમે આ મામલે અરજી દાખલ કરી છે. જેમ તે ગાઇડ કરશે તેમ હું ફોલો કરીશ. કોર્ટ તરફથી જે પણ નિર્દેશ આપવામાં આવશે તેનો યોગ્ય રીતે પાલન કીશ, તે રસ્તે ચાલીશ, હું તમામ કાયદા અને નિયમોને માનીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.