રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 505 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં સતત ચોથા દિવસે 600થી ઓછા કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4363 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 6588 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,44,403 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 53 દર્દી વેન્ટીલેટર પર છે અને 6535 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1નાં મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 99, સુરત કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશનમાં 63, રાજકોટ કોર્પોરેશનમાં 58, વડોદરા 25, ભરુચ-17, સુરત-16, રાજકોટ-12, મહેસાણા-11, જુનાગઢ કોર્પોરેશન-10, ગાંધીનગર-9 જામનગર કોર્પોરેશન-9 અને કચ્છમાં 9 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 764 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.71 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,71,357 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.