દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં બર્ડફ્લૂનો પગ પેસારો થઇ ચુક્યો છે ડાંગ જિલ્લાના સરકારી ખેતીવાડી હાઇસ્કુલની સામે જંગલ વિસ્તારમાં કાગળના મોત થયા હતા ત્યાર બાદ બે કાગળના મૃત દેહોને તપાસ અર્થે બોપલ મોકલાવાયા હતા જેમાં એક કાગડાનું મોત બર્ડ ફ્લૂ ના કારણે થયાનો રીપોર્ટમાં જાણવા મળ્યું છે ડાંગમાં બર્ડ ફ્લૂ આવતાની સાથે જ તંત્ર સજાગ થઇ કાર્યવાહક પગલાં લેવાનું શરુ કર્યું છે.
સુત્રો પરથી મળેલી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના વઘઈમાં સરકારી ખેતીવાડી હાઇસ્કુલની સામેની સાઇટે જંગલ વિસ્તારમાં ૧૦ થી વધારે કાગડાઓના મોત થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું પશુપાલન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના બાદ બર્ડ ફ્લૂના એંધાણ સાથે વઘઈ જંગલ વિસ્તારમાં કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા.
વઘઈના મામલતદાર, પશુપાલન અધિકારી અને વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી નજીકના પોલ્ટ્રી મરઘાં ઉછેર અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા તમામની મુલાકાત લઇ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
જિલ્લામાં કાગડાના રીપોર્ટ પોઝિટીવ આવતા હવે ડાંગ જિલ્લામાં બર્ડ ફ્લૂનો પગ પેસારો જોવા મળી રહ્યો છે એક કાગડાનું મોત બર્ડ ફ્લૂ ના કારણે થયું હોવાથી રીપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે હવે બર્ડ ફ્લૂ ને અટકાવવા કયા નિર્ણયો લે છે એ જોવું રહ્યું.