સુરતઃ હાલમાં જ સુરત એરપોર્ટ ઓથોરિટી તથા એરલાઈન્સ કંપનીના અધિકારીઓ બેઠક યોજવામાં આવી હતી. આ સુરત એરપોર્ટને સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત કરવાનુ નક્કી થયું હતું.

વર્તમાન સમયમાં દેશના મેટ્રો સિટીઝના એરપોર્ટ પર અમલી સાયલન્ટ એરપોર્ટ મુજબની કાર્યશૈલી સુરત એરપોર્ટ પર પણ કાર્યરત કરવાની દિશામાં નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૫ જાન્યુઆરીથી સુરત એરપોર્ટ સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત થશે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ જેવા એરપોર્ટ પર સાયલન્ટ એરપોર્ટ તરીકેને પોલીસી અમલી છે. જ્યાં તાકીદની વિગતો જ એનાઉન્સ કરવામાં આવે છે. જ્યારે અન્ય પ્રાથમિક વિગતો સંદેશા દ્વારા મોકલવામાં આવે છે.

તાજેતરમાં સુરત એરપોર્ટ ઓથોરિટી તથા એરલાઈન્સ કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જે બેઠકમાં સુરત એરપોર્ટને સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. જેનો અમલ ૧૫ જાન્યુઆરીથી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર મુસાફરોના ચેકઇન, બોર્ડિંગ, સિક્યોરિટી ચેકઇન જેવી માહિતી પણ લાઉડ સ્પીકર પર જાહેર થતી હોય છે. જેને લઇ ર્ટિમનલ બિલ્ડિંગમાં ઘોંઘાટ થતો હોય છે.

સાયલન્ટ એરપોર્ટમાં એરલાઇન્સ કંપનીઓ દ્વારા ચેકઇન, બોર્ડિંગ સહિતની માહિતી મુસાફરને મેસેજીસ દ્વારા તથા ચેકઇન સમયે જાણ કરવામાં આવે છે. જ્યારે ફલાઇટ વિલંબ, રદ થવા અંગેની વિગતો એરપોર્ટ તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ કરી જાણ કરાશે. આ વ્યવસ્થા દ્વારા કેટલેક અંશે એરપોર્ટ પર અવાજનું પ્રમાણ ઘટાડવામાં આવશે નો નિર્ણય કરવામાં આવ્યો છે.