મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં આદિવાસી એકતા પરિષદ દ્વારા આદિવાસીઓનું મહાસંમેલન યોજવા આવ્યુ છે જેમાં દેશના વિવિધ રાજ્યના અને વિદેશના આદિવાસી પણ ભાગ લઈ રહ્યા છે.
મળતી વિગતો અનુસાર જોઈએ તો આ સંમેલન મુખ્યત્વે ભોપાલમાં આવેલા ભિંમબેટકા નામની ગુફામાં મળેલા આદિવાસીના ચિત્રોના થીમ પર નક્કી કરવામાં આવી છે, આ ગુફામાં મળેલા ચિત્રો પરથી આદિવાસી ઓની પ્રાચીન અને પારંપરિક સંસ્કૃતીને ઓળખ ઊભી થઇ છે જે આદિવાસી સમાજ માટે યશ લેવા જેવી છે એમ કહી શકાય.
આદિવાસી સમાજના અગ્રણીઓનું કહેવું છે આદિવાસી એકતા પરિષદનું આ સંમેલન ખૂબ મોટાપાયા પર કરવામાં આવી રહ્યું છે, જેમાં આદિવાસી સમાજના વર્ષોથી વણ ઉકેલાયેલા સવાલો અને સમાજના વર્તમાન પ્રશ્નો પર ચર્ચાઓ કરવામાં આવશે અને તેના નિરાકરણ કરવાના ઉકેલો શોધી સમાજના ઉત્થાનનો પ્રયત્ન કરવામાં આવશે.
આ કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો એ બે દિવસીય રહશે પહેલા દિવસે સવાલો પર ચર્ચા વિચારણા કરવામા આવશે જ્યારે બીજા દિવસે દેશના વિવિધ રાજ્યોના આદિવાસી સંસ્કૃતિઓનું પ્રદર્શન કરશે જેથી દરેક સંસ્કૃતિઓથી આદિવાસીઓ પરિચિત થાય.
આદિવાસી સમાજ ઉત્થાન માટે દર વર્ષે યોજવામાં આવતા આ આદિવાસી એકતા પરિષદના વિવિધ રાજ્યોના આદિવાસી ઓને ભેગા કરીને સમાજનાં પ્રશ્નોના ઉકેલ માટેના આ મહાસંમેલનના નિર્ણય ખરેખર હિતાવહ કહી શકાય.