ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની આદિજાતિ, બક્ષીપંચ અને અનુસૂચિત જાતિની ત્રણ કેટેગરીની પ્રાથમિક, માધ્યમિક તથા ઉ.માધ્યમિક શિક્ષણ આપતી આશ્રમશાળાઓ છે. જેના શિક્ષકો શિક્ષણ કાર્ય સિવાય ગૃહપતિ અને ગૃહમાતાની ફરજ પણ નિભાવે છે. જેનું માસિક ભથ્થું માત્ર 30 થી ૪૦ ચૂકવાય છે તેમ છતા શિક્ષક ભાઈ-બહેનોએ ૨૪ કલાક હાજર રહે છે. આજ સુધી તેઓએ મળવાપાત્ર અન્ય લાભો પણ સરકાર દ્વારા મળેલ નથી.
આશ્રમશાળાના કર્મચારીઓ અપીલ કરી રહ્યા છે કે અમને કામનું વળતર પુરતા પ્રમાણમાં મળવું જોઈએ જેમ કે આશ્રમશાળાના શિક્ષક ભાઈ-બહેનોએ ગૃહપતિ અને ગૃહમાતાની ફરજ નિભાવવાનો ૨૪ કલાક કામનો બોજો માનસિક અને શારિરીક થકવિ નાખે છે. જેની સીધી અસર કુમળા બાળકોના ભવિષ્ય ઉપર પડે છે. આથી આશ્રમશાળાઓમાં ગૃહપતિ અને ગૃહમાતાની કાયમી નિમણૂક કરવામાં આવે.
પ્રાથમિક શિક્ષણ આપતી આશ્રમશાળાઓના શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ બાંધણીમાં રૂl.૨૮૦૦ ની જગ્યાએ રૂl.૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવે. ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાના કર્મચારીનું ચાલુ ફરજે અવસાન થાય તો સરકારના વહીવટ વિભાગના ૨૦૧૧ના ઠરાવ મુજબ અવસાન પામેલ કર્મચારીના પરિવારને નાણાકીય સહાયની આપવામાં આવી જોઈએ.
જયારે આદિજાતિ વિકાસ વિભાગના ૨૦૧૬ના ઠરાવમાં તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ૨૦૧૬ના ઠરાવ મુજબ ચાલુ ફરજે અવસાન પામેલ કર્મચારીના આશ્રિતને ઉચ્ચક નાંણાકીય સહાયની યોજના આવો લાભ આપી શકાશે નહિ ઠરાવ રદ કરી ચાલુ ફરજે અવસાન પામેલ કર્મચારીઓના અશ્રિતોને પણ આ યોજનાનો લાભ આપવા આવે.
આશ્રમશાળાઓના કર્મચારીઓની ફિક્સ પગારની સેવાઓને (નોકરી) બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃતી સમયે નિવૃતી વિષયક મળવાપાત્ર લાભો અંગે સેવા તરીકે ગણવામાં આવવું જોઈએ આદિજાતિ વિભાગ હસ્તકની આશ્રમશાળા ઓમાં સાતમા પગાર પંચ મુજબનું સુધારેલ પગાર ધોરણ લાગુ કરવામાં આવ્યો છે તે પ્રમાણે આથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની આશ્રમશાળાઓમાં સાતમા પગાર પંચ મુજબનું સુધારેલ પગાર ધોરણ સત્વરે લાગુ કરે આ નિર્ણયથી કર્મચારીએ કરેલી સેવાનો પુરતો લાભ મળી શકે.