સોનુ સૂદ હવે “કિશાન” નામની બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે. જેને શૂલ ફેમ ઇ નિવાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. ડ્રિમ ગર્લના ડિરેક્ટર રાજ શાંડિલ્ય “કિશાન”ને પ્રોડ્યૂસ કરશે. તેમણે ટ્વિટર પર આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

ફિલ્મની જાહેરાત પછી, આ ફિલ્મની ટીમને સૌપ્રથમ વિશ કરનારા એક્ટર્સમાં અમિતાભ બચ્ચનનો સમાવેશ થાય છે. બિગ બીએ ટ્વીટ કર્યું હતું કે, ફિલ્મ કિશાનને ખૂબ જ શુભેચ્છાઓ. જેના ડિરેક્ટર ઇ નિવાસ અને એક્ટર સોનુ સૂદ છે. જેના જવાબમાં સોનુએ લખ્યું હતું કે, થેંક યુ સો મચ સર

https://twitter.com/SonuSood/status/1345978327752957953?s=20

આ પહેલાં સોનુએ સ્વીકાર્યું હતું કે, કોરોનાના કારણે લદાયેલા લોકડાઉન દરમિયાન તેણે લોકોને કરેલી મદદના કારણે ફિલ્મમેકર્સે હવે તેને લીડ રોલ ઓફર કરવાનું શરૂ કર્યું છે.