વલસાડ: ધરમપુર-કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં સરપંચ પોલીસ અને અન્ય અધિકારીઓના હપ્તા સિસ્ટમના કારણે ગામોમાં પરપ્રાંતીય બોગસ ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે આ ડોકટરો એક્સપાયરી ડેટની દવાઓ આપી ગરીબ અને અભણ આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેંડા થયાના યુવાઓ જણાવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર વલસાડ જીલ્લામાં ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના ગામોના સ્થાનિક આગેવાનો સરપંચો તેમજ જે તે વિસ્તારના બીટ જમાદાર સહીત કેટલાક પોલીસ કર્મચારીની રહેમ નજર હેઠળ ગામોમાં પરપ્રાંતીય બંગાળી, બિહારી અને મરાઠી જેવા પરપ્રાંતીય બોગસ ડીગ્રી લઇ દુકાનો ખોલી બેઠા છે. અને ગરીબ અને અભણ આદિવાસી સમાજના લોકોના શરીર સાથે ચેંડા કરી રહ્યા છે.
જાગૃત યુવાઓનું કહેવું છે કે જવાબદાર અધિકારીઓની અને ગામ આગેવાનોની મિલીભગતમાં આ બોગસ દવાખાનાનો કારભાર ચાલી રહ્યો છે વધુમાં જ્યાં દવાખાના ચાલી રહ્યા છે ત્યાં કોઈ બોર્ડ પણ લગાવવામાં આવતો નથી અને તમામ કારોબાર પાછલા બારણે કરવામાં આવે છે આ દવાખાની મળેલી માહિતી પ્રમાણે (૧) ગામ મનાલા ત્રણ રસ્તાની જમણી બાજુમાં બંધ દુકાનની પાછળ, (૨) ગામ સિલ્ધા હાટબજારની બાજુમાં અને હાટબજાર જવાના મુખ્ય રસ્તા પર (૩)બામણવાડા મુળગામ ડુંગરની બાજુમાં (૪) રોહિયાળ જંગલ નદીના પુલની બાજુમાં દુકાનમાં (૫) નાની પલસાણ ત્રણ રસ્તા પર આવેલ પતરા વાળા ઘરમાં (૬) વાલવેરી ફાટક પાસે બે દવાખાના ચાલે છે (૭) ટુકવાડા ખાનગી મકાનમાં ચાલે છે (૮) ખડકવાળ ફણસ પાડા માં દુકાન ચાલે છે (૯) ચેપા મુળગામમાં એક દવા ખાનું ચાલે છે (૧૦) માની ચીચપાડા મુલ્ગામમાં દુકાનમાં બે દવાખાના ચાલે છે
જો કોઈ ઈમાનદાર અધિકારી તપાસ કરવા જાય કે કંઇક પૂછપરછ કરે તો સરપંચો તરત જ બોગસ ડોકટરોનો સંપર્ક કરે છે અને આવા ડોકટરો દવાખાનું બંધ કરીને ભાગી જાય છે.અને ખતરા ટળી ગયાની સૂચના મળતા ફરીથી દવાખાનાનું દુકાન ફરી ચાલુ કરી દેવામાં આવે છે ની ફરિયાદો યુવાઓ ઉઠાવી રહ્યા છે
સ્થાનિક યુવા જણાવે છે કે આ અંગે અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી પણ તંત્રએ માત્ર સસ્તા અનાજની દુકાનોની તપાસ કરે છે પણ આજ સુધી પરપ્રાંતીયની આ દુકાનોમાં તપાસ કરવામાં આવી નથી પરપ્રાંતીય હાલમાં જે દુકાનો ચાલવી રહ્યા છે તેનો પંચાયતોમાં કાયદેસરનો કોઈ ઠરાવ નથી
ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના જંગલના ગામોમાં ચાલતા બોગસ દવાખાના સામે અનેક ફરિયાદો ઉઠી રહી છે આ અંગે જો તપાસ હાથ ધરવામાં આવે તો બોગસ ડોક્ટરોની સાથે સંબધિત વિભાગના અધિકારીઓના કાળા ચેહરા લોકો સમક્ષ ખુલ્લા પડશે પણ આ અંગે હવે આવનારા સમયમાં સરકારી બાબુઓ શું નિર્ણય લેશે એ જોવું રહ્યું