આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. તેમાં કાર્ડધારકની બધી માહિતી શામેલ છે. આધારમાં બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક રેકોર્ડ્સ પણ શામેલ છે. આધારને લગતી કોઈ ફરિયાદ અથવા સુધારા માટે દુકાનોની મુલાકાત લેવાની જરૂર નથી.
યુઆઇડીએઆઇ આધારકાર્ડ ધારક ડિજિટલ માધ્યમ દ્વારા ઘણી સુવિધાઓ પણ મેળવી શકે છે. આ માટે, તમારે આધાર મોબાઇલ એપ્લિકેશન (mAadar App)નો ઉપયોગ કરવો પડશે.
mAadhaar Appની સુવિધાઓ
- mAadhaar App દ્વારા તમે આધાર ડાઉનલોડ કરી શકો છો.
- આધારનું સ્ટેટસ ચેક કરી શકો છો.
- આધાર રિપ્રિન્ટ માટે ઓર્ડર કરી શકો છો.
- આધાર કેન્દ્રની જાણકારી મેળવી શકો છો.
- એડ્રેસ અપડેશન.
- ઓફલાઇન ઈ-કેવાયસી ડાઉનલોડ.
- સ્કેન ક્યૂઆર કોડ.
- વેરિફાય આધાર.
- આધાર લોકિંગ, બાયોમેટ્રિક લોકિંગ/અનલોકિંગ.
- ઓટીપી જનરેશન.
- પ્રોફાઇલ અપડેટ
- ક્યૂઆર કોડ શેરિંગ