ગુજરાતમાં આગામી 10 થી 12મી દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 10મી ડિસેમ્બરથી જ રાજ્યના અનેક ઠેકાણે વાતવારણમાં પલટો આવ્યો હતો જેના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો ગઈકાલે સાંજથી પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, નવસારી, અરવલ્લીના વાતાવરણમાં પલટો આવતા આજે વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે રાજ્યમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે ગોધરા, હાલોલ અને શહેરા પંથકમાં કમોસમી માવઠું થતાં જ બેવડી ઋતુનો અહેસાસ થયો, ખેડૂતોમાં ઘાસ પલળી જવા અને તુવેરના પાકમાં જીવાત પડવાની ભીતિ સેવાઈ રહી છે.
જ્યારે છોટાઉદેપુર જીલ્લાના કેટલાક વિસ્તારોમા વાતાવરણમાં પલટો, હવામાન ખાતાની આગાહી મુજબ ધીમીધારે વરસાદી વાતાવરણ, બોડેલી, કોસિન્દ્રા, કલારાણી સહીત ના વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ, વધારે વરસાદ વરશે તો કપાસ , તુવેરના પાકને નુકસાન, સાંજ થી વાદળછાયુ વાતાવરણ બાદ વરસાદી માહોલ.
નવસારી જિલ્લામાં કાલ સવાર થી વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી વાંસદા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ, વધારે વરસાદ પડશે તો ડાંગર તેમજ શાકભાજીના પાકને નુકસાન, જીલ્લામા વરસાદી માહોલ બનતા જગત નો તાત ચિંતામાં મુકાયો, કાલ સવાર થી વાદળછાયુ વાતાવરણ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ૨ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.