ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર આજે પણ યથાવત છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિ-દિન વધારો થઈ રહ્યો છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આજે કુલ ૧૫૨૩ દર્દી સાજા થયા હતા. રાજ્યમાં હાલમાં કુલ ૧૮૭૯૬૯ લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દીધા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૫૯૮ નવા કેસ નોંધાયા છે. અને સંક્રમણના કારણે વધુ ૧૫ લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક ૩૯૫૩ પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં હાલ ૧૪૭૯૨ એક્ટિવ કેસ છે, જ્યારે હાલ ૮૯ દર્દી વેન્ટીલેટર પર છે અને ૧૪૭૦૩ લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨૦૬૭૧૪ પર પહોંચી છે. રાજ્યામાં સાજા થનારા દર્દીઓનો દર ૯૦.૯૩ ટકા છે. રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૯,૮૮૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૬,૯૦,૭૭૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૧૦, સુરત કોર્પોરેશનમાં ૨, ગાંધીનગર, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં એક-એક મળી કુલ ૧૫ લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં ૩૩૨, સુરત કોર્પોરેશનમાં ૨૨૮, વડોદરા કોર્પોરેશનમાં ૧૩૮, રાજકોટ કોર્પોરેશનમાં ૯૮, સુરત ૫૬, બનાસકાંઠા ૫૮, પાટણ ૫૦, રાજકોટ ૫૩, મહેસાણા ૫૭, વડોદરા ૪૧, ગાંધીનગર ૩૭, જામનગર કોર્પોરેશનમાં ૩૦, ગાંધીનગર કોર્પોરેશન ૧૦, ગાંધીનગર ૩૭, ખેડા ૩૨, દાહોદ ૨૯, સાબરકાંઠા ૨૭, અમદાવાદ ૨૫, આણંદ ૨૫ અને મહિસાગરમાં ૨૫ કેસ નોંધાયા હતા.