કોરોનાની મહામારી વચ્ચે આપણે ફરવા ભલે ન જઈ શકતા હોઈએ પણ ફરવાનું અને મનમોહક સ્થળો જોવાનો શોખ કઈક ખતમ ન થઇ જાય. પણ પરિસ્થિતિ અનુસાર જીવનના નિર્ણયો અને શોખ બદલવા પડે છે પણ આપણી પાસે ઉપલબ્ધ સોંદર્ય વેરતા સ્થળોની તસવીરો જોવાની અને શેર કરવાની પણ અલગ મજા હોય છે.
માવલિનોંગ ગામ

દેશમાં આવેલ શિલ્લોંગથી લગભગ 90 કિમી દૂર આવેલું માવલિનોંગ એક નાનું અને સુંદર ગામ છે. આ ગામ ઊંચા ઊંચા પર્વતો પર સ્થિત છે અને અહીંથી ધોધ સ્પષ્ટ દેખાય છે. ઉલ્લેખનીય છે કે આ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો મળ્યો છે. અહીં જે પણ પર્યટક આવે છે, તેની સુંદરતા કાયલ બની જતાં હોય છે.
મિરિક ગામ

બીજા સ્થાને દાર્જિલિંગમાં આવેલ એક નાનકડું ગામ છે મિરિક. જેટલું તેનું નામ સુંદર છે તેના કરતા વધારે સુંદરતા વેરતી અહીંની મનમોહક વાદીઓ છે. આ ગામ સમુદ્ર સપાટીથી ૪૯૦૫ ફુટની ઉંચાઇએ વસેલું છે. આ ગામમાં એક તળાવ પણ છે જે મિરિક તળાવ તરીકે સ્થાનિકોમાં જાણીતું છે. આ તળાવ ગામની સુંદરતામાં ચાંદની પાથરવાનું કામ કરે છે.
ખોનોમા ગામ

ત્રીજુ સ્થળ કોહિમાથી ૨૦ કિલોમીટર દૂર સ્થિત છે ખોનોમા ગામ. આ ગામ લીલીછમ વાદીઓ વચ્ચે વસેલું છે. આ ગામ એશિયાનું હરિયાળું ગામની નામના મેળવી છે. તમને જક્નિને નવાઈ લાગશે પણ આહી ગામમાં જીવ-જંતુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત ૨૫૦થી વધુ ઔષધિના છોડની જાતો પણ અહીં જોવા આપણને મળે છે.
સ્મિત ગામ

ભારતના મેઘાલયની રાજધાની શિલોંગથી લગભગ ૧૧ કિમી દૂર આવેલું એક સુંદર ગામ સ્મિત. આ ગામ સુંદર પર્વતોની વચ્ચે આવેલું છે. ગામમાં પ્રકૃતિની સુંદરતા આપણને સ્પષ્ટ દેખાય છે. આ ગામને પ્રદૂષણમુક્ત ગામનો દરજ્જો પણ મળેલ છે. અહીં લોકો રહેવા માટે ખેતરોમાં મુખ્યત્વે શાકભાજી અને મસાલા ઉગાડતા હોય છે.
મલાના ગામ

પાંચમું અને અંતિમ ગામની વાત કરીએ તો હિમાચલ પ્રદેશની કુલ્લુ ખીણની લીલીછમ વાદીઓમાં સુંદર મલાના નામનું ગામ આવેલું છે. અહીંથી વાદીનો નજરો આપણા હૃદયને આકર્ષિત કરનારો છે. આ ગામની નજીક મલાના નદી પણ આવેલી છે જે આ ગામની સુંદરતામાં વધારો કરતી જોવા મળે છે.

