મોદી સરકારે આજે એક મોટો નિર્ણય કર્યો છે. નિર્ણય મુજબ ઓનલાઇન ન્યુઝ પોર્ટલ અને કન્ટેન્ટ પ્રોવાઇડર્સને માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવામાં આવ્યા છે. આ કારણે ફેજ ન્યુઝ ફેલાતા અટકી શકે છે. અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં દલીલ કરી હતી કે, ઓનલાઈન માધ્યમોનું નિયમન ટેલિવિઝન કરતા વધારે જરૂરી છે. હવે સરકારે ઓનલાઈન માધ્યમોથી ન્યૂઝ અને કન્ટેન્ટ પુરા પાડનારા માધ્યમોને પણ મંત્રાલય હેઠળ લાવવાનો નિર્ણય લીધો છે.
હાલમાં ઓનલાઇન સામગ્રી અથવા ન્યૂઝ પોર્ટલો પર કોઈ નિયમન નથી. આ મામલે કોર્ટ અને સરકાર વચ્ચે હંમેશા દલીલો થતી રહે છે.ગત મહિને સુપ્રીમ કોર્ટે OTT પ્લેટફોર્મ્સ પર સ્વાયત્ત નિયમનની માગણીવાળી અરજીને લઈને કેન્દ્ર પાસે પ્રતિક્રિયા માંગી હતી. સુપ્રીમે આ અંગે કેન્દ્ર સરકાર, સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાને નોટિસ પણ મોકલી હતી.
વર્તમાન સરકારે નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે ઓનલાઈન ફિલ્મો, ઓડિયો-વિઝ્યૂઅલ્સ કાર્યક્રમો, ઓનલાઈન સમાચાર, અને કરન્ટ અફેર્સના કન્ટેન્ટન્ટને સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવાનો આદેશ અપાયો છે. આ નોટિફિકેશન હેઠળ પર ન્યૂઝ પોર્ટલ્સની સાથે સાથે OTT પ્લેટફોર્મ જેવા કે HOTSTAR NETFLIX અને Amazon Prime Video જેવા સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે.આ નિયમનો માટે ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટ્સને રેગ્યૂલેટ કરવા માટે સરકારે ૧૦ સભ્યોની કમિટી બનાવી આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.