દેશમાં ઝારખંડ રાજ્ય પણ હવે કેરળ, મહારાષ્ટ્ર ને પશ્ચિમ બંગાળની માર્ગ પર ચાલવાનું નક્કી કરી લીધું છે. ઝારખંડ રાજ્યએ સરકારે પણ CBIને આપેલી સામાન્ય સમજૂતીને પરત લીધી છે. હવે કેન્દ્રિય એજન્સી CBIને ઝારખંડમાં કોઇ પણ કેસની તપાસ કરવા માટે ઝારખંડમાં જતા પહેલા રાજ્ય સરકાર પાસેથી અનુમતિ લેવી પડશે. ગુરુવારે સાંજે ઝારખંડની હેમંત સોરેન સરકારે આ નિર્ણય ઉપર મહોર લગાવી દીધી છે.
હાલના સમયમાં દેશમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળની સરકારોએ પણ આવા નિર્ણય કર્યા છે. જે પ્રમાણે તેમણે CBIને આપેલી સામાન્ય સહમતિ પરત લીધી છે, આ બધા રાજ્યોમાં ભાજપ અથવા તો તેમના ગઠબંધનની સરકાર નથી. ઝારખંડમાં પણ ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને RJDના ગઠબંધનની સરકાર છે. જેમાં JMMના હેમંત સોરેન મુખ્યમંત્રી કાર્યરત છે.
આમ જોઈએ તો સામાન્ય સહમતિ એટલે કે CBI રાજ્ય સરકારની મંજૂરી વગર રાજ્યમાં કોઇ પણ કેસની તપાસ કરી શકે છે. આ સહમતિ સમાન્ય રીતે બે પ્રકારની છે એક છે કેસ સ્પેસિફિક અને બીજી છે જનરલ. સામાન્ય સહમતિ પરત લેવાનો અર્થ એ છે કે કોઇ પણ રાજ્યમાં તપાસ કરવા માટે CBIએ રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. સોરેન સરકારના આ નિર્ણય પર જનમત શું આવશે એ હવે આવનાર સમય જ બતાવશે.