રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધારે ને વધારે ગંભીર બનતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે ગુજરાતમાં નવા ૯૯૦ કોરોના દર્દીઓની નોંધણી થઇ. હાલમાં રાજ્યમાં ૧૦૫૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૬૧,૫૨૫ દર્દીઓ સાજા થઇ ગયા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૦.૯૫ ટકા પર પોહચયો છે.
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૧,૫૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૭૯૩.૦૨ પ્રતિ મીલીયન થાય છે. પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ ૬૩,૧૩,૬૬૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૦૧,૭૯૬ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સિવાય ૫,૦૧,૬૯૮ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૯૮ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
અહિ એ રસપ્રદ છે કે રિકવરી રેટ ૯૦.૯૫ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૨,૩૨૬ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૭ છે. જ્યારે ૧૨૨૫૯ લોકો સ્ટેબલ છે. ૧,૬૧,૫૨૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૭૪૭ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૭ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૨, સુરત કોર્પોરેશન ૨, દાહોદ ૧, ગાંધીનગર ૧ અને સુરતના ૧ સહિત કુલ ૭ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે હવે સરકાર કયા નિર્ણય લેશે એ આવનારો સમય જ બતાવશે.