બોલિવૂડ એક્ટર હ્રિતિક રોશન ટૂંક સમયમાં અપકમિંગ સિંગિંગ રિયાલિટી શો ‘તારે જમીન પર’ને પ્રમોટ કરતો દેખાશે. સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટરને આ શોનો કન્સેપ્ટ એટલો ગમ્યો કે તેણે પ્રમોશન માટે ફી લેવાની ના પાડી દીધી.
આ રિયાલિટી શોની ખાસિયત છે કે તેમાં કોઈપણ પ્રકારની એલિમિનેશન પ્રોસેસ નહીં હોય. જેટલા પણ બાળકોએ શોમાં ભાગ લીધો છે તે છેક સુધી રહેશે. મેન્ટર્સ શંકર મહાદેવન, ટોની કક્કર અને જોનીતા ગાંધી આ બાળકોને, તેમના ટેલેન્ટને ટ્રેન કરશે. શોની પ્રમોશનલ સ્ટ્રેટેજી મુજબ, મેકર્સે અમુક બોલિવૂડ એક્ટર્સને આ કન્સેપ્ટ જણાવ્યો જેમાંનો એક હ્રિતિક રોશન છે.
હ્રિતિક રોશન ખુદ આ શોનો પ્રોમો તેના ઘરે થોડા દિવસ પહેલાં શૂટ કર્યો જેમાં તે બાળપણની કવિતા સંભળાવી રહ્યો છે. તેણે આ શોના પ્રમોશન માટે કોઈપણ પ્રકારની ફી નથી લીધી કારણકે તેને શોનો કન્સેપ્ટ ઘણો ગમ્યો હતો કે શોમાં કોઈ એલિમિનેશન પ્રોસેસ નથી. ફી ન લેવાની વાતની મેકર્સ ઘણા અચંબિત થયા.
હ્રિતિક રોશન સિવાય ક્રિકેટર કપિલ દેવ અને બોલિવૂડ ડિરેક્ટર- કોરિયોગ્રાફર રેમો ડિસોઝા ટીસ્કા ચોપરા હેમા માલિની અને ઈશા દેઓલે પણ શોના ટીઝર પ્રોમો માટે શૂટિંગ કર્યું. ખાસ વાત એ છે કે આ બધાએ પણ ફી લેવાની ના પાડી દીધી છે.