ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું જોતા અને તેની તૈયારી કરી રહેલા સ્ટૂડન્ટ્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે ધો-10ના વિદ્યાર્થીઓ પણ CA ફાઉન્ડેશન કોર્સ કરી શકશે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા(ICAI)એ હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફાઉન્ડેશન કોર્સ-2020 માટે પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે પ્રવેશ મેળવવાની મંજૂરી આપી છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ આ અંગેની સંપૂર્ણ માહિતી icai.orgની મુલાકાત લઈને તમે તેના વિશે સંપૂર્ણ વિગતો જાણી શકો છો. ICAI દ્વારા રજૂ કરવામાં આવેલી નવી જોગવાઈ હેઠળ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ હવે CA ફાઉન્ડેશન કોર્સ 2020 માટે અરજી કરી શકે છે.
Provisional Registration in Foundation Course of the Institute of Chartered Accountants of India (ICAI) after passing Class X Examination
For details visithttps://t.co/vgTfdUbdPN
To register – https://t.co/wRxTagOw5l & https://t.co/PcCghzOKuH
FAQ – https://t.co/QKPLGLvFzh pic.twitter.com/cCzm6lr821— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) October 13, 2020
ધોરણ 10ની પરીક્ષાઓ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ ICAIના ફાઉન્ડેશન કોર્સમાં પ્રોવિઝનલ નોંધણી કરાવી શકે છે. ICAIએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે નોંધણી ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવી જોગવાઈ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી તેમને CAની પરીક્ષા માટે વધુ સમય મળશે.
અત્યાર સુધી ફાઉન્ડેશનમાં ધોરણ 12 પાસ કર્યા બાદ જ એડમિશન મળતું હતું, પરંતુ હવે સ્ટૂડન્ટ્સ ધોરણ 10 પાસ કર્યા બાદ ફાઉન્ડેશન કોર્સ માટે તેમનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ફાઉન્ડેશન કોર્સ માટે પ્રવેશ પરીક્ષા 12 પાસ કર્યા બાદ જ આપી શકાય છે.પરંતુ તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન્સમાં સુધારો કરવા માટે ભારત સરકારની મંજૂરી મળી છે.