શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ૨૫ વર્ષ પૂરા થતા લંડનના લેસ્ટર સ્કવેરમાં ફિલ્મના લીડ એક્ટર્સ શાહરુખ-કાજોલનું બ્રોન્ઝનું સ્ટેચ્યૂ મૂકવામાં આવશે આ પ્રતિમાનું અનાવરણ ૨૦૨૧માં કરવામાં આવશે. આ સ્ટેચ્યુ ભારતના બોલીવૂડનું પ્રતિનિધિત્વ કરતું પહેલુ સ્ટેચ્યુ હશે. સ્ટેચ્યૂમાં ફિલ્મનો એક સીન ક્રિએટ કરવામાં આવશે
લંડનના લેસ્ટર સ્કેવરમાં દિલવાલે દુલ્હનિયા ફિલ્મની રિલીઝના ૨૫ વરસ પૂરા થયાને કારણે કાજોલ-શાહરૂખનું પૂતળું મુકવામાં આવવાનું છે. યશરાજ ફિલ્મસની આ ફિલ્મ ૧૯૯૫માં રિલીઝ થઇ હતી જે સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની હતી. એ સમયે ભારતમાં તેનું કલેકશન ૮૯ કરોડનું હતું. આ ફિલ્મમાં લંડનના લેસ્ટર સ્કેવરને પણ દર્શાવામાં આવ્યું છે.
હવે લંડનના લેસ્ટર સ્કવેરમાં શાહરૂખ-કાજોલનું સ્ટેચ્યુ બનાવામાં આવશે. અહીં હેરી પોર્ટર, લોરેલ એન્ડ હાર્ડી, બગ્ન જીની, વન્ડર વુમેન તેમજ અન્યોના પૂતળા મુકવામાં આવ્યા છે.