વલસાડ LCB પોલીસે વલસાડ નજીક હાઈ-વે પરથી લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલી એક ટ્રકને ઝડપી પાડી છે. વલસાડ LCB પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસની ટીમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી એ વખતે વલસાડ નજીક હાઈવે પર પુર ઝડપે પસાર થતી એક ટ્રકનો પીછો કરી અને પોલીસે ટ્રક રોકી હતી. જેમાં તપાસ કરતાં પ્રથમ દ્રષ્ટિએ ટ્રકની અંદર પ્લાસ્ટિકના દાણા ભરેલી થેલીઓ ભરેલી હતી. આથી કોઈ વાંધાજનક દેખાયું ન હોતું. પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાને કારણે પોલીસે તપાસ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકની થેલીઓની નીચે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકના કલીનર અને ચાલકની અટકાયત કરી હતી. અને ટ્રકમાં ભરે વિદેશી દારૂ બહાર કાઢી ગણતરી કરતાં ટ્રકમાં કોલ ૫૧૯૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે રૂપિયા ૨૧.૬૮ લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થાને જપ્ત કરી અને પોલીસે આરોપી રૂપીન્દ્ર સિંગ ઉર્ફે પીન્ટુ સિંગ મૂળ પંજાબ અને બળદેવ સિંધી ઉર્ફે બોબી મૂળ હરિયાણા નામના આરોપીની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આ કાર્યવાહીમાં વિદેશી દારૂની ૧૫૧૯૦ બોટલ અને ટ્રક સહિત અન્ય સામાન મળી કુલ ૩૬ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી. ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો દમણથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે કોરોનાના કારણે લોક ડાઉનના માહોલમાં દમણ અને ગુજરાતની બોર્ડર શીલ કરી દેવામાં આવી હતી. આથી દારૂની છૂટ ધરાવતા દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી પર મોટે ભાગે રોક લાગી હતી. જોકે હવે સંઘપ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર ખુલી જતા ફરી એક વખત મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક શરૂ થયું છે.
જો કે પોલીસની સતર્કતાને કારણે બુટલેગરો અવનવી તરકીબો અજમાવી અને વિદેશી દારૂની હેરાફેરી કરવાના પ્રયાસ કરે છે. પરંતુ પોલીસ પણ બુટલેગરોથી જાણે એક કદમ આગળ હોય તેમ બુટલેગરોની આવી અજીબ તરકીબોને પણ ઝડપી પાડે છે. આ વખતે પણ પોલીસે પ્લાસ્ટિકના દાણાની થેલીઓની આડમાં વિદેશી દારૂના હેરાફેરી ના નેટવર્કનો પર્દાફાશ કરી અને બે આરોપીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કડક નિર્ણય પોલીસતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.