દુનિયાભર માં કોરોના વાયરસથી મૃત્યુઆંક ૨૦ લાખ સુધી પહોચી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ વાત કહી છે. WHOએ કહ્યું કે એક સફળ રસી મળવા અને વ્યાપક સ્તર પર લોકોને રસી આપતા પહેલા કોરોનાથી થનાર મોતનો આંકડો ૨૦ લાખ સુધી પોહચી શકે છે.
WHO એ એમ પણ કહ્યું કે જો મહામારી ને રોકવા માટે સંગઠિત થઇ પગલાં લેવામાં આવશે નહિ તો મૃત્યુઆંક ૨૦ લાખ થી વધુ થઇ શકે છે. આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી વિશ્વમાં કોરોના સંક્રમણ ના ૩ કરોડ ૨૭ લાખથી વધુ કેસ થઇ ચુક્યા છે. માઈક રયાને કહ્યું કે આપણે કોઈ પણ રીતે મહામારીમાંથી બહાર નીકળી શક્યા નથી તેમણે એમ પણ કહ્યું કે નવા કેસોમાં યુવાનોને દોષ દેવો જોઈએ નહિ.