આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ- ૧૩ સપ્ટેબરે ૨૦૦૭થી દર વર્ષે મનાવવામાં આવે છે. વિશ્વમાં કુલ ૫૦૦૦ આદિવાસી સમુદાય છે જેની સંખ્યા લગભગ ૩૭ કરોડ છે એમની પોતાની ૭૦૦૦ ભાષાઓ છે પરંતુ તેમના અધિકારોનું સૌથી વધારે હનન થાય છે એને ધ્યાનમાં રાખીને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો મૂળ ઉદેશ્ય આદિવાસીના અધિકારોની સુરક્ષા અને પ્રાત્સાહન આપવાનો હતો.

    આદિવાસીઓના અધિકારોને લેખિત કરવા અને આદિવાસી અધિકાર બનાવા પાછળ એક લાંબો ઈતિહાસ છે આદિવાસીઓ સાથે અત્યાચાર અને ભેદભાવના મુદાને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનએ લીગ ઓફ નેશનના પછી જે યુનાઇટેડ નેશન્સના એક પ્રમુખ અંગ બન્યું ૧૯૨૦માં આ સંગઠનની શરૂવાત થઇ આ સંગઠને ૧૯૫૭માં ઇન્ડીજીનસ એન્ડ ટ્રાઈબલ પોપ્યુલેશન કોન્વેશન ૧૦૭ નામક દસ્તાવેજ બનાવ્યો જે આદિવાસીઓનો પ્રથમ અંતરરાષ્ટ્રીય દસ્તાવેજ છે જેને દુનિયાભરના આદિવાસીઓ પર કરાય રહેલા અત્યાચાર અને ભેદભાવથી સુરક્ષા પ્રદાન કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો

    NDTV Promoters Prannoy Roy and Radhika Roy Prevented From Leaving Country અંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનને ફરીથી ૧૯૮૯માં હાજર દસ્તાવેજોને સંશોધિત કરતાં ઇન્ડીજીનસ એન્ડ ટ્રાઈબલ પોપ્યુલેશન કોન્વેશન ૧૬૯ જેને આઈ.એલ.ઓ કોન્વેશન ૧૬૯ પણ કહેવામાં આવે છે તે પ્રસારિત કર્યા આ દસ્તાવેજ આદિવાસીઓના આત્મ નિર્ણયના અધિકારને માન્યતા આપી જમીન, વિસ્તાર અને પ્રાકૃતિક સંસાધનો પર માલિકીના હકને સ્વીકૃતિ પ્રદાન કરે છે આ જ દસ્તાવેજને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૩ ડીસેમ્બર ૨૦૦૭માં પ્રકાશિત કરેલા આદિવાસી અધિકાર ઘોષણાપત્રમાં પ્રમુખ ભૂમિકા નિભાવી

    આની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ આદિવાસી અધિકારોને લઈને અંતરરાષ્ટ્રીય કાર્યદળનું ગઠન કર્યું જેની પ્રથમ બેઠક ૯ ઓગસ્ટ ૧૯૮૨માં જેનેવામાં થઇ સંયુક્ત રાષ્ટ્રએ ૧૯૯૪ને આદિવાસી વર્ષ તરીકે ઘોષિત કર્યું. ૨૩ ડીસેમ્બર ૧૯૯૪માં સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૧૯૯૫ થી ૨૦૦૪ને પ્રથમ આદિવાસી દશકને દરજ્જો આપ્યો આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૦૫ થી ૨૦૧૪ને બીજા દશક તરીકે પ્રસારિત કર્યું જેનો મુખ્ય ઉદેશ્ય આદિવાસીઓના માનવ અધિકાર, પર્યાવરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, આર્થિક અને સામાજિક વિકાસના મુદ્દાઓને દુર કરવા માટે અંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે.

   વિશ્વ આદિવાસી અધિકાર દિવસે દુનિયાભરના આદિવાસીઓના અધિકારોને સુનિશ્ચિત કરવા અને પ્રોત્સાહન આપવા માટેનો દિવસ છે. એટલા માટે પ્રતિ વર્ષ ૧૩ સપ્ટેબરે આપણી એકતા, આપણા અધિકારો માટે સંઘર્ષ અને પ્રતિબધ્ધતાને પ્રદર્શિત કરવી જોઈએ. આ દિવસે આપણે નિર્ણય લઈને ઘોષણા કરવી જોઈએ કે “અમે આદિવાસી અમારી માતૃભૂમિનેના પ્રથમ નિવાસી છીએ અહીની જમીન, વિસ્તારો અને પ્રાકૃતિક સંસાધનો પર અમારો પહેલો હક છે”