દક્ષિણ ગુજરાતના પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે હજુ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને ઠેર ઠેર સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે ત્યારે વાંસદા વિસ્તારમાં આવેલ સુખાબરી ગામના એક અને કપરાડાના મોટી પલસાણ ગામના એક એમ બે મકાનો અવિરત વરસાદને કારણે ધરાશાયી થઈ ગયા હતા મકાન ધરાશયી થતાં કોઇ જાનહાનિ થવા પામી નહોતી ધરાશયી થયેલ મકાનોનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદર બનાવની જાણ સુત્રો દ્વારા થઇ છે
દક્ષિણ ગુજરાતના મોટા શહેરોમાં અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
પ્રદેશના મોટા ભાગના શહેરો જેમ કે સુરત, નવસારી, તાપી વ્યારા ભરૂચ, વલસાડ વાંસદા વગેરે શહેરોમાં પાણી ભરાઈ ગયા છે. અગામી બે ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે ઠેર ઠેર સાર્વત્રિક વરસાદ છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા ગામોની અંદર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે હજુ પણ વરસાદને પગલે પણ નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની શકયતાઓ વધે તેમ છે