બીલીમોરા: ગણદેવી તાલુકાના સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ બીલીમોરા અને સહયોગી સંસ્થાઓ દ્વારા કોરોના મહામારીની બીજી લહેરમાં મેગુષી હોસ્પિટલ બીલીમોરા ખાતે કોવિડ કેર હોસ્પિટલનું સંચાલન કરી લોકોના દુઃખના સમયે સાથ આપવાનું કાર્ય કર્યું હોવાની વાતો જાણવા મળી રહી છે.
Decision Newsને સાગર પટેલ પરથી મળેલી માહિતી મુજબ વર્તમાન સમયની કોરોના સંક્રમણની ભયંકર બીજી લહેર મા જ્યારે લોકો સ્વ બચાવનું વિચારતા હતા તેવા સમયે ફાર્માસી અભ્યાસ કરતાં ડો જેનીલ મનીષભાઈ દેસાઈ ફાર્મા-4 વર્ષમાં અભ્યાસ કરતાં વિવેક વિશાલભાઈ ટેલર ફાર્મા-૪ અનામિકા મનીષભાઈ દેસાઈ નામના આ ત્રણેય બીલીમોરા વિદ્યાર્થીઓએ હિંમતથી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના આ કોવિડ કેર સેન્ટર માં રોજના આઠથી દશ કલાક ફ્રી માં સેવા આપી ને હોસ્પિટલ સ્ટાફ અને મેનેજમેન્ટ નું ભારણ ઓછું કરવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું
આ ત્રણેય યુવાનોએ કોરોનાના કપરા કાળમાં માનવતાની મહેક ફેલાવી છે આ યુવાનોના માતાપિતાને પણ ટ્રસ્ટ વતી યુવાનોમાં કપરી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવાની અને માનવતાના સંસ્કાર રોપવા માટે આભાર વ્યક્ત કરે છે અને આ યુવાનોના ભવિષ્ય ઉજ્જવળ માટે શુભેચ્છા આપી છે.

