વાંસદા: નવસારી જિલ્લાના આદિજાતિ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા શાકભાજીના દૂધી, કારેલા, રીંગણ, ટામેટા અને ભીંડાનું બિયારણ માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પ્રાયોજના કચેરી વાંસદા ખાતે શરુ કરી દેવામાં આવી છે.

આદિજાતિ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંગે કચેરીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ Decsion newsને શું માહિતી આપી જુઓ આ વિડિયોમાં….

 

Decision Newsને મળેલી માહિતી અનુસાર શાકભાજીના બિયારણ સાથે જ એક થેલી યુરીયા અને એક થેલી ઓર્ગેનિક ખાતર આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા લાભાર્થીઓએ આદિજાતિ હોવું ફરજિયાત છે તથા ૭/૧૨ અને ૮ અ નો દાખલામાં નામ હોવું જોઈએ તથા BPL કાર્ડનો અંક ૦ થી ૨૦ના અંદરનો હોવો જોઈએ. જે પણ આદિજાતિ લાભાર્થી આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે હાલમાં અરજી પત્રક વિતરણ કરવાનું ચાલુ છે. જેનું યોજનાનું રજીસ્ટ્રેશન ૨૦ તારીખ સુધીમાં કરવાનું રહશે