ચીખલી: દક્ષિણ ગુજરાત વીજ કપંનીના સોલાર કંપનીના અધિકારીઓ અને GEBના ખેડૂતો મોકલવામાં આવેલા મસમોટા બીલો અંગે ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા જો ખેડૂતોના બીલો પાછા ખેંચવામાં નહીં તો હવે પછી આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગ પર ધરણાં કાર્યક્રમ યોજવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Decision Newsને મળેલી જાણકારી અનુસાર ચીખલી તાલુકાના રાનકુવા, ફડવેલ, માણેકપોર, ઉઢવળ જેવા ગામમાં સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત ખેતીવાડી 70 જેટલા વીજ કનેકશન ખેડૂતોને જોડાણો આપવામાં આવ્યા હતા જેમને પુરતા પ્રમાણમાં વીજ ન આપી મસમોટા પધરાવવામાં આવ્યા છે આ યોજનાથી ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં આવી છે જેના વિરુદ્ધ વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે હું ખેડૂતોનો અવાજ બની વીજ કંપની સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ઝડપથી નિર્ણય લેવા જણાવીશ અને આવનારા સમયમાં લોકો સાથે મળીને ધરણા કરવામાં આવશે અને જ્યાં ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવાશે. જે વીજ કંપનીને નુકશાન કરી શકે છે.
નાયબ ઈજનેર રાનકૂવાના DGVCL એમ.જી પટેલ જણાવે છે કે રાનકુવા વિસ્તારના ખેડૂતોના રાજુવાતના મુદ્દે સોલાર કંપની વાળાને બોલાવવામાં આવ્યા છે. ધારણા કરતાં વીજળી ઓછી જનરેટ થઇ છે ત્યારે કંપનીના માણસો આવી ચેક કરશે ત્યારબાદ નિરાકરણ અંગે કામગીરી હાથ ધરવામાં આવશે.