ડાંગ: વર્તમાન સમયમાં કોરોના મહામારીએ પોતાનું કહેર આદિવાસી વિસ્તારોમાં પણ પ્રસરાવી દીધું છે ત્યારે કોરોના ગાઈડલાઈન્સની સાથે સાથે સ્વચ્છતા રાખવી પણ ખુબ જરૂરી બની છે આવા સમયે આહવા ગ્રામ પંચાયતમાં દ્વારા સાફ- સફાઈ ન કરતાં રોગચાળાને સામેથી આમંત્રણ અપાઈ રહ્યાની વાતો વેહતી થઇ છે.

Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર હાલમાં આહવા ગ્રામ પંચાયત પોતાના વિસ્તારમાં આવતા જનસમૂહ પાસેથી સફાઈ વેરા તો લે છે પણ સાફ-સફાઈ કરાવતી નથી હાલમાં આહવા પંચાયતમાં આવતા દેવલપાડાના લોકોની ફરિયાદ છે કે અમારા પર અમારી ગ્રામ પંચાયત સાફ -સફાઈ વેરો તો ટાઇમ ટુ ટાઈમ લે છે પણ અમારા વિસ્તારમાં હાલમાં અહી કચરાના ઢગલાં પડયા હોવાના કારણે અહી ખુબ જ ગંદકી છે તો ગ્રામપંચાયત સાફ સફાઈ કરાવતી નથી જેના કારણે અમારા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય અમને સતાવે છે

આપ પાર્ટીના સ્થાનિક નેતા જણાવે છે કે હાલમાં દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈના નામે આહવા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ મીંડું છે અત્યારે અહી મોટાભાગની જગ્યાઓ પર કચરાના ઢગલાઓ પડયાપડયા સડી રહેલા દેખાય છે. હવે ચોમાસું આવનારા છે જો વરસાદમાં પણ આજ સ્થિતિ રહશે તો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે હવે આ બાબતે તંત્ર શું પગલાં લે છે એ જોવું રહ્યું.