વાંસદા: ગતરોજ ચીખલી તાલુકામાં ખાનગી નાણાં ધીરનારની એજન્સીઓ અને ખાનગી બેંકો દ્વારા લોભામણી જાહેરાતો થકી વાંસદાના લીમઝર વિસ્તારોમાં મહિલા ગ્રૂપ બનાવીને ખાનગી લોન મોટા વ્યાજે આપવાનું કામ ફાયનાન્સ કંપનીઓ હપ્તા ભરી નહીં શકનારા લોકો સામે ખાનગી ફાયનાન્સ કંપનીના એજન્ટો દ્વારા ઉદ્ધત વર્તન કરવામા આવી રહ્યાની વાતો વહેતી થઇ છે.
Decision Newsને મળેલી માહિતી અનુસાર વાંસદા તાલુકામાં ફાયનાન્સ કંપનીઓ આદિવાસી પશુપાલકો, નાના ધંધા રોજગાર અને ખેત મજૂરોને 24% વ્યાજે આપે છે અને આ કોરોના કાળમાં હપ્તા ભરી નહીં શકનારા લોકો સામે ખાનગી ફાયનાન્સ કંપનીના એજન્ટો દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવ્યાની ફરિયાદો વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને ગત રોજ લિમઝર ખાતે કરવામાં આવી હતી.
ધારાસભ્ય અનંત પટેલ નિવેદન આપતા કહ્યું કે વાંસદાની ખાનગી ફાઈનાન્સ કંપનીઓએ ગ્રામ્ય લોકોને નાણાં ધીરતા પહેલા ગામના સરપંચ અને સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરવી જોઈએ અને ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા અવારનવાર છેતરપિંડી કરવામાં આવે છે એ વાત તો જગ જાહેર છે. આ મુદ્દે તાલુકાના મામલતદાર તેમજ પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓની જવાબદારી વધી જાય છે વાંસદામાં આ બાબતમાં ધ્યાન આપી ચિટીંગ કરનાર ફાયનાન્સ કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.