ચીખલી: વર્તમાન સમયમાં થઇ રહેલી મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટરોની ધરપકડમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લોમાં જાણે રાફડો ફાટ્યો છે એમ લાગી રહ્યું છે સતત પકડતા જતા બોગસ ડોકટરોમાં આજે ચીખલી તાલુકા માંડવખડક ગામમાંથી એક વધુ મુન્નાભાઈ MBBS પકડાયો છે.

Decision Newsને પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીના માંડવખડક ગામના તાડપાડા ફળીયામાં બોગસ ડોક્ટર પોતાનું દવાખાનું ખુલ્લેઆમ ચલાવી જન આરોગ્ય સાથે ખિલવાડ કરતો હોવાની માહિતી પો.કો. કિરણકુમાર દિનેશભાઇ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડકના ડોકટર ચંન્દ્રકાંતભાઈ છોટુભાઈ પટેલ મળી હતી જેના આધારે તેમણે માંડવખડક ગામે માહિતી વાળી જગ્યાએ જઈ તપાસ કરી તો જાણવા મળ્યું કે વલસાડના અબ્રામાની ગોકુલધામ સોસાયટીમાં રહેતો ચંદ્રશેખર રામગોપાલ શર્મા નામનો બોગસ ડોક્ટર જેની પાસે ગુજરાત મેડીકલ કાઉન્સીલ તથા ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલની કોઇ માન્યતા પ્રાપ્ત મેડીકલ પ્રેકટીસ અંગેની કોઈ માન્યતા પ્રાપ્ત ડીગ્રી નથી એ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં જનઆરોગ્ય સાથે ચેંડા કરી રહ્યો હતો. તેની પાસે એલોપેથી દવા,ઇન્જકશન તથા ડોકટરી સાધન સામગ્રી મળીને ૧૨,૦૬૬.૫૪ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો હતો

આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૪૧૯ તથા ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ની કલમ ૧૫ તથા ધ ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરી ખેરગામ પોલીસ વધુ તાપસ હાથ ધરી છે.