વાંસદા: ગતરોજ વાંસદાના જામલીયા ગામમાં કોરોના કાળમાં કપરી પરિસ્થિતિ જીવન ગુજરાન ચલાવતા ૧૫ જેટલા પરિવારના જરૂરીયાતમંદ લોકોને દિવાળી બેન ટ્રસ્ટ બારડોલી અને વાંસદાના ભાજપના યુવા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અનાજની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે વાંસદાના જમાલીયા ગામે દિવાળી બેન ટ્રસ્ટ બારડોલી અને વાંસદા તાલુકા યુવા મોર્ચા તરફથી ગતરોજ સાંજના ૪:૦૦ વાગ્યા દરમિયાન અનાજકીટ ગામના એકલવાયું જીવન જીવતાં વડીલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી હતી આ અનાજકીટમાં ચોખા, લોટ, તેલ, ગોળ, મસાલો જેવી દરરોજની જીવન જરૂરિયાતવાળી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ અનાજકીટ વિતરણ પ્રસંગે વાંસદા તાલુકાના વાંસદા તાલુકા યુવા મોર્ચાના મહામંત્રી કમલભાઈ સોલંકી જમાલીયા ગામના સરપંચ શ્રી કૌશિકભાઈ પટેલ વણારસી ગામના અગ્રણી વિનુભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ જેવા લોક આગેવાનો આ જનસેવાના કાર્યમાં જોડાયા હતા.

