વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે રહેતા કિશોર એક ગામની સગીર કિશોરીને શુક્રવારે સાંજે બાઇક પર બેસાડી ચીખલી તાલુકાના બામણવેલ ગામમાં લઇ જઈ મિત્રની વાડીમાં રાત્રે રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વાંસદા પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર વાંસદાના વાંદરવેલા ગામમાં રહેતો એક 17 વર્ષના કિશોરે એક 15 વર્ષિય કિશોરી સાથે તેને મિત્રતા કરી તેને શુક્રવારની રોજ સાંજે 4.00 વાગ્યે તેની બાઇક પર બેસાડી ચીખલી તાલુકાના બામણવેલ ગામે તેના મિત્રની વાડીમાં લઇ ગયો હતો અને તેની સાથે રાત્રે શારીરિક સબંધ બાંધ્યા બાદ શનિવારે બપોરે તેઓ બન્ને કિશોરના ઘરે લઇ ગયો હતો એવી ફરિયાદ કિશોરીના પિતાનાએ વાંસદા પોલીસ મથકે નોંધાવી છે આ આ કિશોર વિરુદ્ધ પોલીસે દુષ્કર્મ અને પાેક્સાેનાે ગુનો નોંધ્યો છે.
આ ઘટના વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા ચકચાર મચી જવા પામી છે હાલમાં આ બનાવની આગળની તપાસ નવસારી SCST સેલના ડિવાયએસપી આરસી ફળદુ દ્વારા કરવામાં આવી રહી છે.