વલસાડ: કોરોનાની મહામારી દરમ્યાન પ્રેક્ટિસ કરતા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ઘણાં બોગસ ડીગ્રીધારી તબીબો વિરુદ્ધ ફરિયાદો ઉઠતા આવા બોગસ તબીબોને પકડવાનું સ્થાનિક પોલીસ દ્વારા શરૂ કરાયું છે જેમાં આજરોજ વલસાડના ૭ જેટલા ડોક્ટરોના કપડા પહેરી લોકો સાથે છેતરપીંડી કરતા બહેરુપિયા ઝડપાયા છે.
Decision Newsને સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હાલમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં અંતરિયાળ અને નાના શહેરોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોવાની વાતો ચર્ચામાં હતી આવા સમયે વલસાડ પોલીસ એકશનમાં આવી સાત જેટલા બોગસ તબીબોને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. હાલમાં આ સાત જ બોગસ ડોકટરો પોલીસને હાથે ચડયા છે આવનારા દિવસોમાં આ અંક વધવાની ખાતરી પોલીસ આપી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં પણ ડીગ્રી વગર જ ક્લિનીકની દુકાનો ખોલીને બેસેલા બોગસ તબીબો પોતાનો ધંધો કરી રહ્યા છે. ત્યારે વિચારવા જેવી વાત છે કે આવા બોગસ ડોકટરોને કોનું રક્ષણ પ્રાપ્ત થયું છે કે તેઓ ખુલ્લે આમ પોતાનો ધંધો કરી રહ્યા છે. શું વલસાડ સિવાયના વહીવટીતંત્ર આ લોક આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ ડોકટરોને પકડવાની હિંમત નથી કે પછી તેમના રહેમ હેઠળ જ આ ધંધાદારીઓ પોતાનો ધંધો કરી રહ્યા છે ? આવા અનેક સવાલો લોકો પૂછી રહ્યા છે. હવે આવા બોગસ ડોકટરોને પહેલા પાઠ ભણાવવાનો લોકો નિર્ણય લેશે કે વહીવટીતંત્ર ! એ જોવું રહ્યું.