વાંસદા: વર્તમાન સમયમાં જ આપણે કુદરતી આપતિઓ વાવાઝોડું, કમોસમી વરસાદ, હીટવેવ સાયક્લોન, હિમ સ્ખલન જેવી કુદરતી આપતિઓ અનુભવ કરી રહ્યા છે ત્યાર આપણને ભાન છે કે આપણાં પર્યાવરણ પર અતિક્રમણનાં લીધે અને પર્યાવરણ સાથે છેડછાડ કરવાના કારણે જ આ આપતિઓ સર્જિત થઇ છે આપણે જ આપત્તિઓને નોતરું પાઠવ્યું છે જાણે કુદરત માનવ પર કોપાયમાન એમ લાગી રહી છે.

વાંસદાના તાલુકા પંચાયતના સભ્ય ગંગાબેન પાડવી દ્વારા આ બાબતે જાગૃતતા લાવવા અને સ્થાનિક સ્તરે  આપત્તિઓ દ્વારા થતાં નુકશાનને ટાળવાનો એક માત્ર હલ બતાવતા જણાવે છે કે આપણે હંમેશા પર્યાવરણ સાથે હળીમળીને રહેવું. આ સંદર્ભમાં તેઓએ વાંસદા તાલુનાં વન વિભાગનાં રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી વાંસદા પૂર્વ અને પશ્ચિમને લેખિતમાં રજૂઆત કરી છે કે વાંસદા તાલુકાનાં તમામ ડુંગરો પર વૃક્ષારોપણ કરવા અપીલ કરે છે જેથી ડુંગરો લીલાછમ અને હરિયાળાં બની કુદરતી આપત્તિ વખતે આપણા સહારો બને.

Decision News સાથે વાત કરતાં ગંગાબેન જણાવે છે કે હાલમાં ચોમાસાની સિઝન તથા વિશ્વ પર્યાવરણ દિવસ પણ નજીક છે તો વન વિભાગ તથા સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ બીડું ઉઠાવશે તો આપણે આપણાં વાંસદા તાલુકાને લીલોછમ હરિયાળો વનરાઈથી ભરપૂર બનાવી શકાય.આ કાર્યથી મનુષ્ય અને પ્રાણીઓનો સંધર્ષ પણ ઓછો થશે. જંગલી પશુ પક્ષીઓનાં નિવાસસ્થાનો પણ જળવાઈ રહશે અને પર્યાવરણનું સંરક્ષણ થશે અને સંતુલન પણ જળવાશે.